આજે વાત કરવી છે કોઈ વ્યક્તિને આવતા “વિચારો-આઈડિયા” અને તેના ઝડપી અમલની પર્સનલ લાઇફની વાત હોય કે બિઝનેસની આપણા મગજમાં સખત વિચારોની માયાજાળ શરૂ જ હોય છે, બધાને સફળ થવું છે ખૂબ સારા આઈડિયા પણ આવે છે, ખબર પણ બધી પડે છે કે હું આ વસ્તુ કરીશ ને તો 100% સફળ થઈશ પણ ફરક એટલો છે કે દરેક વિચાર અને આઇડિયાની ખાલી વાતો જ થાય છે તેની એક્શન ક્યારેય ઝડપથી આપણે લેતાજ નથી.
કોઈ પણ માણસની બે પ્રકારની પર્સનાલિટી હોય છે એક એવી વ્યક્તિ છે જે આજે તમને કોઇ આઇડિયા રજૂ કરી બીજા દિવસે તેના પર એક્શન શરૂ કરી દેશે અને બીજી વ્યક્તિ જે તમે કદાચ સમજી ગયા, કોઈ પણ સફળ વ્યક્તિ કે સફળ કંપનીની કેશસ્ટડીમાં છેલ્લે કોઈ વિચાર આઈડિયાની ઝડપી એકશન જ જોવા મળશે.
એક ઉદાહરણ દ્વારા સમજીએ જે દરેક વ્યક્તિએ અનુભવ્યું હશે તમને ખૂબ જ સારા બિઝનેસનો આઈડિયા આવે છે તમે તેના પર વર્ક કરો છો,અન્ય વ્યક્તિને શેર પણ કરો છો બે ઘડી તમને એવું લાગશે કે મારા આઈડિયામાં ખુબ જ દમ છે હું આમ કરીશ તો એટલા રૂપિયા કમાઈ લઈશ, અનેક વિચારો તમારી સપનાની દુનિયામાં સર્જાય જશે અને આ આવેલો સારો બિઝનેસ આઈડિયા પછી માત્ર વાતોમાં જ રહી જશે અથવા કોઈ એક વ્યક્તિ નાનકડો એવો નેગેટિવ પોઇન્ટ તે આઈડિયા બાબતે કેશે એટલે આપણે તે આઈડીયાના 10 પોઝિટિવ પોઇન્ટને પણ ભૂલી જઈશું.
પછી એક ઘટના એવી બનશે કે તમારી નજર સમક્ષ તમને આવેલા આઈડિયાનો બિઝનેસ તમારી નજર સમક્ષ દેખાશે ત્યારે તમે એમ કહેશો કે આ આઈડિયા તો મારો હતો આપણને એમ જ લાગશે કે તમારા આઈડિયાની કોપી કરી. આ વાત તદ્દન ખોટી છે કેમકે, એક હકીકત છે કે તમને જે વિચાર આવે છે તેવોજ વિચાર એક સાથે ઘણા લોકોને આવતો હોય છે પરંતુ ફરક માત્ર એટલો છે તે વ્યક્તિએ પોતાને આવેલા આઇડિયા પર એક્શન લીધી અને આપણે તે આઇડિયાની વાતો કરવામાંજ,તેના નેગેટીવ પોઈન્ટ્સ શોધવામાં સમય કાઢી નાખ્યો.
કોઇ પણ મોટી કંપનીના પાયામાં એક વિચાર અને તેના પર લીધેલી એકશનજ હોય છે આપણી શરૂ કંપનીમાં પણ અવાર-નવાર ઘણા નિર્ણયો ઝડપથી લેવા પડતા હોય છે અને કોઈ પણ બાબતનો નિર્ણયજ તેનું રિઝલ્ટ નક્કી કરતો હોય છે વાતો કરવી અને કરી બતાવવું બંનેમાં ઘણો ફરક છે હવે આપણે પોતેજ નક્કી કરવાનું છે કે આપણે કઈ પર્સનાલિટીનું વ્યક્તિ બનવું છે.
આપણી કંપની માં ઘણી એવી બાબતો હશે જેનો નિર્ણય અધૂરો હશે, આપણને ખબર છે કે કંપનીમાં જો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીશું તો સમયનો બચાવ થશે, આપણને ખબર છે સ્ટાફને યોગ્ય ટ્રેનિંગ આપીયે તો તેમની કામ કરવાની ક્ષમતા વધી શકે તેમ છે, સ્ટાફની રેગ્યુલર મીટીંગ થાય તો કંપનીમાં ઘણો ફાયદો થાય એમ છે, મારી કંપનીની સર્વિસમાં આ બાબતનો સુધારો કરું તો કસ્ટમર વધે તેમ છે, આવી અનેક બાબતો “જો-તો” વાળી પણ આ બધાની પાછળ એક્શન લેવી તે બાબતનો અમલ થવો જરૂરી છે, જે આપણે નથી કરતા.
તો મિત્રો શું વિચાર કરો છો, અત્યારે જ યાદ કરો તમારી પાસે એવા કેટલા આઈડિયા છે જેના પર આજે જ એક્શન લઈ તે બાબતનો સંપૂર્ણ અમલ કરી શકાય તમને આવેલ આઇડિયાની એક્શન જ તમને સફળતા નો માર્ગ બતાવશે.
કંઈ ન કરવું, સાવ બેસી રહેવું તેના કરતાં એક્શનનું એક પગલું ભલે 100% ટકા સફળતા નહીં અપાવે પરંતુ સફળતાની નજીક 100% લઈ જશે. “કાતો હારીશું અથવા જીતીશું” પણ કંઈક શીખીશું 100%, પણ માત્ર વાતો તો નહીં જ કરીશું.
“ज्यादा सोचने से बेहतर है, कुछ काम किया जाए”