બીઝનેસમાં વધારે આવતા ફોન &લાંબા ચાલતા ફોન માટે જવાબદાર કોણ ??

તમે પોતેજ ,હા તમે પોતેજ જવાબદાર છો કે તમારે વધારે ફોન દિવસ દરમિયાન આવે છે, ટેક્નોલોજી ના સમયમાં બિઝનેસમેનના કામ માટે કામની સરળતા માટે આપણે ફોનનો ઉપયોગ તો કરીયે છીએ ,પણ દિવસ દરમિયાન આવેલા કે કોઈને કરેલા ફોનની ગણતરી કરશો તો રોજના 200 300 ફોન આવતા લોકો પણ આપણે જોયા હશે શું તમે તો એમાં નથીને ભલે એટલા બધા નહિ પણ તમારે પણ વારંવાર ફોનતો નથી આવતા ને ?

Previous
Next

જો જવાબ હા તો તેના માટે જવાબદાર પણ મારા મતે તમેજ છો,
પહેલું કારણ પહેલાતો આપણા કામનું કોઈ સિડ્યૂઅલ કદાચ ફિક્સ નથી ,આપણી ઓફિસે પણ આપણા સિડ્યૂઅલ ની કોઈને જાણ નથી હોતી,આપણા પાર્ટનરને પણ નથી ખબર હોતી તો સ્વભાવિક છે કોલ અવવાનાજ પરંતુ આપણુ સિડ્યૂઅલ ફિક્સ હોય કે આ સમયે આપણી કામગીરી આજ રહેશે જેની જાણ તમારી ઓફિસ કે પાર્ટનરને પણ હોય તો આવા ઘણા ફોન ઓછા થઇ જતા હોય છે.

બીજું મુખ્ય કારણ તમને આવતા પહેલા ફોનનો જવાબ તમે શું આપો છો તેના પર બીજા ફોનની શક્યતા હોય છે,બીજા ફોન ના જવાબ પર,ત્રીજા ફોન ની શક્યતા હોય છે,આપણી અમુક ટેવોના લીધે આપણા પર સખત ફોન આવે છે.

ટેવો જેવીકે હમણે કવ ચાલ,પછી હમણે આપણું કયારેય થતુંજ નથી,કાલે કવ કાલ આપણું થતુંજ નથી એટલે સામેવાળો બીજો ફોન કરવાનોજ તો આમાં ભૂલ કોની ?

લે હું એને પૂછીને તને કવ ,તો એ ભાઈ પાંચો બીજાને પૂછવા ફોન કરશે તેનો વ્યસ્ત આવશે,તો પાછો ભૂલી જશે,પેલા ભાઈનો કોલ આવશે કેમ થયું પૂછું કે,એલે હાલ 2 જ મિનિટ કવ, ત્યાં પાછો એને બીજો કોલ આવી જશે,ત્યાં સામે વાળો આને કરશે તો એનો ફોન વ્યસ્ત આવશે, ત્યાં પાછો હમને કવ પેલાને પૂછી ને કવ,આવા લાંબા વાર્તાલાપમાં 7 થી 8 જેટલા ફોન એકજ વ્યક્તિના એકજ નાની એવી વાતમાં થઇ જશે અને પણ હકીકતમાં “જેને પૂછવાનું હતું તેનો નંબર ડાયરેક્ટ આપી દેતે”તો પણ પેલો પૂછી લેત અને આપણને એક ફોનમાં જ આ 7 થી 8 વધારાના ફોનથી મુક્તિ મળી જાય..

આવા કેટલાય એવા ફોન હશે દિવસમાં જેના “જવાબ દેવાંની ખોટી રીતના” કારણે સખત ફોન ચાલુ રેતા હોય છે મતલબ સીધોજ જવાબ ટૂંકોને ટચ જવાબ દેશું તો ત્યાંજ એ વાત પુરી થઈ જશે પણ આપણી પ્રકૃતી કે કોઈ વાત ને ટૂંકમાં ન પતાવતા એની કુંડળી કાઢવી ,ગામની પૂછપરછ વધુ કરવી,સામેવાળો વાત પુરી કરી ફોન મુકતો હશે ત્યાં કૈક નવું લાવશે અને હાલ મુકું કીધા પછી 15 મિનિટ કાઢી નાખશે અને આવી અનેક લોકો સાથેની કામ વગરની ખોટી વાતો જે કામની અગત્યની વાતોને સાઈડ પર કરી દેશે.

ક્યારેક દિવસના આવતા ફોનનું નિરીક્ષણ કરશો તો 100% ખબર પડશે કે ખરેખર તમેં કેટલા ફોન જાતે કરી વધારો છો મતલબ તમારા રોજના વધુ આવતા ફોન માટે તમે પોતે જ જવાબદાર છો.

આપણી ઓફિસમાં પણ સ્ટાફ દ્વારા કે કસ્ટમર દ્વારા સખત ફોન આપણા પર ચાલુ રહેતા હોય છે તો ત્યાં આપણી સિસ્ટમ જ જવાબદાર છે ઓફિસમાં ક્યુ કામ કોને કરવાનું તેની યોગ્ય વહેચણી તમારા પર ઘણા ફોન ઓછા કરી શકે છે કસ્ટમર ઘણી વાર તમનેજ કોલ કરશે તમે ઓફિસ પૂછી તેમને જણાવશો પણ ઓફિસે સીધી વાત કરવાની ફરજીયાત સિસ્ટમજ તમારા કોલ ઓછા કરશે એક વાર જવાબ આપશો તો બીજીવાર તમનેજ કોલ કરશે પણ સિસ્ટમ કે ઓફિસેજ જવાબ મળશે તો કદાચ બીજીવાર આપણા પર કોલ નહિ આવે તો આવી ઘણી એવી સિસ્ટમનો બદલાવ તમારા દિવસના સખત વધુ પડતા ફોનમાં ઘટાડો કરી શકે.

ઘણીવાર અમુક બાબતોનું કોમ્યુનિકેશન મેસેજ દ્વારાજ રાખીયે જેથી ફોન આપણી અગત્યની મિટિંગમાં ડિસ્ટ્રબ ના કરે કોઈનો કોલ ઉપડી શકે તેમ નથી તો તેને ટેક્સ્ટ મેસેજ કરવાની ટેવ પાડીયે ત્યારબાદ ફ્રી થઇ તેમને સામો કોલ કરવાની ટેવ પાડીયે આવા નાના એવા ફેરફારો તમારા ફોન કોલ કરી શકે છે.

મતલબ આ વધારે પડતા ફોન થી છુટકારો મેળવવો છે તો બને ત્યાં સુઘી આવેલા પહેલા ફોનમાં જ જે કઈ કામ હોય તે વાત સ્પષ્ટ કરતા શીખીયે,સામેવાળાની વાત સમજાય નઈ તો બે વાર પુછિયે ખોટી હા એ હા કરી મિસકોમ્યુનિકેશન ના કરીયે ,જે કામ માટે આપણે કોલ આવે છે તે આપણાથી થાય તેમજ નથી તો તરત ના પાડતા શીખીએ જેથી બીજા ફોનની જરૂરજ ના પડે ઘણીવાર ના નો પાડી શકવાની ટેવ આપણા ફોનમાં વધારો કરતી હોય છે કેમ કે ના નો પાડીયે એટલે નવા બહાના આપવા પડે અને વાતનો અંત ના આવે,તેમજ અન્ય કોઈ વ્યક્તિની બાબતોમાં વચ્ચે ઓછા પડીયે અને કામ પુરતીજ વાતને પ્રાધન્ય આપીયે કેમ કે એવું પણ બને કે સામેવાળો ફ્રી છે એટલે એ લાબું કરશે પણ આપણે ફ્રી નથી તે બાબતનું ધ્યાન રાખીયે.

ફોનના જેટલા ફાયદા છે એટલાજ ગેર ફાયદા પણ છે ટૂંકમાં ટૂંકીને ટચ વાતો જ આપણા દિવસ દરમિયાનના ફોન ઓછા કરવાનો ઉપાય છે તે સ્વીકારી આજેજ લાંબી વાતોને ટાળી આપણા સમયનો બચાવ કરીયે…

Leave Reply