“મેનેજમેન્ટ નો મહિમા”

મેનેજમેન્ટ શબ્દ આપણા જીવનમાં હંમેશા આપણી સાથે જોડાયેલો હોય છે મેનેજમેન્ટની અવનવી રીત છે જ્યારથી આપણે સમજણાં થઈએ છીએ ત્યારથી જ એટલે કે કદાચ મેનેજમેન્ટ શબ્દની વ્યાખ્યા પણ આપણને ખબર નથી હોતી ત્યારથી આપણે મેનેજમેન્ટ સાથે જોડાયેલા હોઈએ છીએ.

કેમકે આપણે સમજતા થઈએ એટલે કે અવનવા કાર્યો અને એક્ટિવિટી કરવાની શરૂઆત કરીએ ત્યારે એક કરતાં વધુ એક્ટિવિટી કરીએ છીએ ત્યારે મેનેજમેન્ટ ની શરૂઆત થતી હોય છે કે પહેલા હું કઈ એક્ટિવિટી કરૂ તેનું ડિસિઝન, કઈ એક્ટિવિટીને વધુ મહત્વ આપવું તેનું ડિસિઝન એજ મેનેજમેન્ટ.

Previous
Next

આજ રીતે આપણા જીવનમાં આપણે સખત સવારથી સાંજ કંઈકને કંઈક કામગીરી કરીએ છીએ એટલે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણે અવનવી પ્રવૃત્તિ કરીએ છીએ એટલે મેનેજમેન્ટ નો અંત ક્યારેય નથી,કોઈ પણ પ્રવૃત્તિનું મેનેજમેન્ટ તમારા કામનું ભારણ હળવું કરી દે છે,તમારો કામ કરવાનો સમય બચાવે છે.

જન્મથી મૃત્યુ સુધીની માનવીની દરેક પ્રવૃત્તિમાં મેનેજમેન્ટનો ખૂબજ અગત્યનો રોલ હોય છે.

ઘરની કોઈ એક્ટિવિટી હોય, અભ્યાસ દરમ્યાન,નોકરી દરમ્યાન કે પછી બિઝનેસમાં રહેલો તમારો મેનેજમેન્ટનો ગુણ ખૂબ જ અગત્યનો રોલ ભજવતો હોય છે મેનેજમેન્ટ એટલે કોઈ પણ કામ કરવાની સરળ રીત,
👉ફેમિલીની વાત હોયતો ત્યારે દરેક ફેમિલી મેમ્બર ની જરૂરિયાત યોગ્ય સમયે પૂરી કરવી તે મેનેજમેન્ટ.
👉 અભ્યાસની વાત કરીએ તો Examના સમયે અગાઉ કોઈ પણ વિષયની તૈયારી યોગ્ય સમયે સરળ રીતે પૂર્ણ કરવી તે મેનેજમેન્ટ.
👉નોકરીની વાત કરીએ તો નોકરી દરમ્યાન boss એ આપેલું કામ ઓછા સમયમાં કોઈપણ પ્રકારની ભૂલ વિના યોગ્ય રીતે પૂર્ણ કરવું એટલે મેનેજમેન્ટ.
👉જ્યારે બીઝનેસની વાત કરીએ તો એક બિઝનેસમેન તરીકે પોતાની બિઝનેસની જગ્યાએથી લઈને કંપનીનો સ્ટાફ, કંપનીમાં આવતું કામ, કંપની માં આવતી સમસ્યાનું યોગ્ય સમાધાન કરવું એટલે Management.

દરેક પ્રકારના મેનેજમેન્ટનો યોગ્ય સમય હોય છે,અમુક મેનેજમેન્ટની સમયની એક મર્યાદા હોય છે જેમકે અભ્યાસનું મેનેજમેન્ટ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી જ હોય છે જ્યારે ફેમિલી, નોકરી-ધંધાનું મેનેજમેન્ટ જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તે આપણી સાથે સંકળાયેલ હોય છે.

મેનેજમેન્ટનો ખૂબજ પાવર હોય છે કોઈપણ જગ્યાએ મેનેજમેન્ટ નો ગુણ જો આપણે સાથે રાખીએ તો શું થઈ શકે? મેનેજમેન્ટને ધણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેમજ મેનેજમેન્ટના ઘણા બધા પ્રકારો છે જે આપણે જાણતા હોવા છતાં તેનો અમલ કરી શકતા નથી.

આપણે સૌ જાણીએ છીએ “ટાઈમ મેનેજમેન્ટ” કોઈપણ એક્ટિવિટી પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ થાય તો શું? અને કોઈપણ એક્ટિવિટીમાં ટાઈમમાં થોડા લેટ થઈ જઈએ તો શું? એક વ્યક્તિના ટાઇમ મેનેજમેન્ટની પાછળ કદાચ ઓછામાં ઓછા એક બિઝનેસમેનની નજરે સર્વે થાય તો એક વ્યક્તિ પાછળ 10 થી 15 વ્યક્તિના ટાઇમ સીડયુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે એક વ્યક્તિ કોઈ જગ્યાએ એક કલાક મોડા પહોંચે તો કદાચ ટોટલ આશરે 10 થી 15 કલાક જેટલા સમયનો બગાડ થતો હોય છે ઘણીવાર મેનેજમેન્ટની નાનકડી એવી ભૂલને લીધે મોટી નુકશાનીનો ભોગ બનવું પડતું હોય છે અને જ્યારે મેનેજમેન્ટનો યોગ્ય ઉપયોગ અઢળક પ્રોફિટ પણ કરાવી શકે છે.

ટૂંકમાં મેનેજમેન્ટ તમને કોઈપણ કાર્ય કરવાની યોગ્ય સિસ્ટમ આપે છે અને તે સિસ્ટમનો યોગ્ય અમલ તમારી કોઈપણ કાર્ય કરવાની રીત ને સરળ બનાવી આપે છે Management નો તમારો સારો ગુણજ તમને 0 to hero બનાવી શકે છે અને અયોગ્ય ગુણ તમને hero to 0 બનાવી દે છે, તો ચાલો આજથી જ આપણી દરેક લાઇફ-સ્ટાઇલમાં દરેક પ્રવૃત્તિમાં મેનેજમેન્ટનો ગુણ કેળવીએ અને લાઈફને સરળ બનાવીયે.

_ak vaghasiya

Leave Reply