આજે મારે વાત કરવી છે માનવીમાં રહેલ બે ગુણની બે શબ્દો “હમણે આવું”અને કાલે આવું” લગભગ કોઈના પૂરા થતા જ નથી અને કદાચ પૂરા થશે પણ નહિ કેમ કે હમણેનો કોઈ અંત નથી કે કાલનો કોઈ અંત નથી બીજુ દરેક વ્યકિતએ પોતાના જીવનમાં આ બંને શબ્દોને ૧૦૦% અનુભવ્યા તો હશેજ તો આજે તેમની થોડી હકીકત અને ઉદાહરણ દ્વારા સાબિતી પણ મેળવીએ…
કોઈ એક વ્યક્તિ ને અનેક પ્રકારના ઉદાહરણો દ્વારા સમજીએ અને તેની સાથે આપણી સેલ્ફ ને કનેક્ટ કરીએ કે એ જગ્યાએ હું પોતેતો નથીને એક વ્યક્તિ જે સવારે ઊઠે છે ત્યારથી એનું “હમણે”સાંજના સુવા સુધી તેમનો સાથ નિભાવે છે સવારે ઉઠે છે અને ઓફિસે સ્ટાફને કોલ કરી કહે છે ઓફિસ ખોલી નાખજો હું હમણે આવું ૮ વાગ્યે કરેલા આ કોલનું હમણે સવારે ૧૦ વાગ્યે ઓફિસે પહોંચીને પૂરું થાય છે,ઓફિસે જાય એટલે સ્ટાફ કેશે પેલું કામ સર જોવાનું છે એટલે ફરી થોડીવાર ખમો “હમણે” જોઈ લવ ત્યાં કોઈનો ફોન આવશે એટલે ઓફિસની બધી પ્રક્રિયા મૂકી “હમણે આવું” કંઈ નીકળી જશે મતલબ ઓફિસે જઈ શું કરવાનું,કોને મળવાનું તે કઈ ફિક્સ નથી હોતું બીજાને હમણે આવવાનો વાયદો આપી પાછું રસ્તામાં વચ્ચે એક કામ પતાવવાનું નક્કી થઈ ગયું હોય, જેને વાયદો આપ્યો હોય તેનો કોલ આવે એટલે એક ફિક્સ ડાયલોગ “બસ ૫ મિનિટમાં પહોંચ્યો” ૫ મિનિટ ની વાત કરીએ તો અમુક ઘડિયાર આપણા દેશમાં સ્પેશિયલ લોકો માટે બની છે જેમાં ૧ કલાકે ૫ મિનિટ પૂરી થાય એટલે એમાં તે વ્યક્તિનો વાંક ક્યાંય હોય જ નઈ😅 પહેલો વાયદો આપી વચ્ચે બીજી ૫ મિનિટનું કામ પતાવવા જાય ત્યાં પણ આખા ગામની બળતરા શરૂ કરી ૩૦ મિનિટ કાઢે અને સાથે પાછા પેલાને તો ફોનમાં એક જવાબ જ ચાલુ હોય હમણે પહોંચ્યો, બસ થોડી ટ્રાફીકમાં છું,બસ નીચે પહોંચી ગયો,બસ ૨ જ મિનિટ, આવી રીતે પોતાને સમયની કદરના હોય પણ વચ્ચે વાલાનો ૫ મિનિટનો સમય માંગી ૩૦ મિનિટ કાઢસે સાથે પેલા ભાઈ ને ૫ મિનિટમાં આવું કહીને ૧ કલાકે પહોંચશે..
હમણા શબ્દની અમુક લોકો પાસે ખૂબજ કળા હોય છે..
👉એક વ્યક્તિ જે ઓફિસમાં બેઠા છે અને સામે વાળાને કહે છે કે બસ નીકળીજ ગયો હમણે આવો…
👉એક વ્યક્તિ હજી બાઈક પર બેસી કિક મારી હોર્ન વગાડી કહે છે કે રસ્તામાં જ છું હમણે આવો..
👉એક વ્યક્તિ ચાલુ બાઈક પર અરે આયા બોવજ ટ્રાફીકમાં છું હમણે આવો..
👉એલા ભાઈ ૨ મિનિટ ખાલી નીચે ઊભો રે બસ પહોંચીજ ગયો..
આ તો થઈ કોઈ જગ્યાએ પહોંચવાની વાત એવા તો અનેક કિસ્સા કોઈને ફોન કરવાના,કોઈને કોઈ બાબતનો જવાબ આપવાના,કોઈને કોઈ કામ પૂરું કરી આપવાના,કોઈ પણ મિટિંગમાં પહોચવાના,બીઝનેસમાં સર્વિસ આપવાના,ઘરે સમયસર પહોચવાના, અમુકની બ્રાન્ડ એવી બની ગઈ હોય છે (કોઈ પણ પ્રકારના માર્કેટિંગ ખર્ચ વગર😆)કે એ વ્યક્તિ હમણે આવું કહે એટલે એને ઓળખતો વ્યક્તિ એમ કે એને એક કલાક થશેજ અને તે એટલો શ્યોર હોય કે તે વ્યક્તિ પર તે પોતે શરત પણ લગાવી શકે તેમ હોય કેમકે સામે વાળાના હમણે નો ઈતિહાસ હોય..
આવા તો “હમણે આવું” ના અનેક કિસ્સાઓ દરરોજ પોતાના અને સામેવાળાના અનેક કલાકોનો બગાડ કરતા હોય છે.
આવી જ બીજી ઘટના “કાલે આવું” એવું કહેવાય છે કે કાલનો પણ ક્યારેય અંત નથી કેમ કે રોજ ઉગતા નવા દિવસે કાલ હંમેશા કાલ જ રહે છે તમે તમારા બાકી કામનું લીસ્ટ જોશો તો ખબર પડશે જેમાં ૫ કામ એવા હશે જે રોજ કાલ પર જતા હશે, કોઈને મળવાની વાત હોય ત્યારે અમુક વ્યક્તિ વારંવાર સામેવાળી વ્યક્તિને કોલ કરશે કે આપણે કાલ મળીએ સામેવાળી વ્યક્તિ વાટે હોય છે અને આ વ્યક્તિની કાલ ફરી કાલ પર વઇ ગઇ હોય છે અને આવી બલ્કમાં કાલ ભેગી થઇને ઘણીવાર આખું વર્ષ પણ પૂર્ણ થઈ જાય છે.
સફળ બધાને થવું છે પણ એવા અનેક શબ્દોને જો લાઇફમાં હટાવી દેવામાં આવે તો સફળતાનો માર્ગ સહેલો થઈ જતો હોય છે આ બંને શબ્દોને એક નામ આપવું હોય તો હમણે આવું & કાલે આવું ટૂંકમાં એને “બહાના” કહી શકાય..
તો ચાલો એટલામાં ઘણું બધું સમજી જઈએ અને “હમણે આવુને” “હમણેજ પૂર્ણ કરીએ” અને “કાલે આવુંને” “આજેજ” જઈ પૂર્ણ કરીએ અને કોઈને આપેલા વાયદામાં ૧૦૦% પરફેકશન લાવીએ…
_ak Vaghasiya