બિઝનેસની સફળતામાં ધીરજનો અમૂલ્ય ફાળો …

એક સત્ય હકીકત દૂરથી ડુંગર રળિયામણા બીજાની જોબ બધાને સારી લાગશે, બીજાનો બિઝનેસ બધાને સારો લાગશે, સાથે માણસોનો એક સ્વભાવ સામેવાળાના પ્રોફિટની ગણતરી પણ પોતે 

જ કરી લેશે અને 2 સારી સલાહ પણ આપી દેશે, બીજાના પ્રોબ્લમ ના સોલ્યુશન માણસ તરત શોધી લે છે ખાલી પોતાના જ પ્રોબ્લમ નથી સોલ્વ કરી શકતો. આપણે વાત કરવી છે બિઝનેસની સફળતા સાથે જોડાયેલા ધીરજની,બધાને આજે બિઝનેસ શરુ કરે અને કાલે ચાલવા લાગે તેવું જ ઈચ્છે છે. બધા એવું ઈચ્છે છે કે તેમને સીધા કસ્ટમરો મળે, ઘણા બિઝનેસ હાલ ગાડરિયા પ્રવાહમાં શરુ થઇ જાય છે, બીજાના બિઝનેસની ખોટી ધારણાઓ કરી પોતે 1% ના અનુભવ વગર પોતે બિઝનેસ ચાલુ કરી બેસે છે. ત્યારબાદ એની જ ફિલ્ડના લોકો પાસેથી તે સર્વિસ લઇ પોતાનું કમિશન ઉમેરી તે વેચવાનો પ્રયત્ન કરે છે.


કોઈ પણ સર્વિસના નોલેજ વગર ક્યારેય બિઝનેસ થતો નથી. બિઝનેસનનો રૂલ્સ એવો છે કે, 1000 દિવસ કોઈ પણ બિઝનેસ માટે આપવા પડે ત્યારે બિઝનેસ સેટ થવાની શક્યતા ઉભી થાય છે, પણ હાલ આપણી આસપાસ ઘણા એવા બિઝનેસ આપણે બંધ થતા જોયા હશે જેનો સમયગાળો 6 મહિનાથી વધીને 1 વર્ષનો હોય છે. મતલબ ધીરજ નથી, બધાને આજે બિઝનેસ શરુ કરી કાલે સેટ કરી દેવો છે.

Previous
Next
બોવ જ સિમ્પલ વાત છે કે, જો બિઝનેસ એટલો સહેલો હોત, તો રાતોરાત બધાના બિઝનેસ સરળતાથી ચાલવા લાગતા હોત, તો જોબ કોણ કરવાનું? જોબ અને બિઝનેસ બંનેના સારા મોળા પાસાઓ છે. જોબ વાળાને ક્યારેક બિઝનેસ વધુ સારો લાગે છે અને બિઝનેસવાળાને પણ ક્યારેક એમ થાય છે કે, જોબ સારી.

હકીકત એ છે કે, બંનેમાં તમારે સ્ટ્રગલ કરવી જરૂરી છે. સ્ટ્રગલ વગર તમે જોબમાં પણ આગળ નહિ વધી શકો કે બિઝનેસનો ગ્રોથ પણ નહિ કરી શકો.

પ્રેકટીકલી અત્યારે એવી ઘટના બને છે કે, કોઈ વસ્તુની ખરીદી કરી બિલ ચૂકવતી વખતે કસ્ટમર એવી ધારણા કરે છે કે, મે ચુકવેલ બિલ માંથી તેમને ઘણો બધો પ્રોફિટ થાય અથવા કેવું સારું કઈ કરવાનું નહિ, મહેનત વગર એટલો પ્રોફિટ… એ ભાઈને કોણ સમજાવે કે, સામેવાળો ધંધો જ કમાવવા કરે છે, એમને પણ 3 ટાઈમ જમવા જોઈએ છે, એમને પણ ફેમિલી હોય છે, એમને પણ ઘણા ખર્ચા થતા હોય છે, તો સ્વભાવિક છે, તે નુકશાની કરી કોઈ ધંધો ક્યારેય નહિ કરે.

કોઈપણ ધંધામાં તમે જ્યાં સુધી ધીરજ નહિ રાખો ત્યાં સુધી તમે ગ્રોથ નહિ કરી શકો. ધંધો જૂનો થશે ત્યારે જ લાભ મળવાના શરુ થશે. કસ્ટમરો જુના થશે,તમારી સર્વિસની જાણકારી મેળવશે,તમે અપડેટ થશો, નવી સર્વિસ ઉમેરશો તો જ ધંધામાં ટકશો,નુકશાની ભોગવાની તૈયારી પણ તમારી હોવી જરૂરી છે, તો જ ધંધામાં ટકશો બાકી જોબ છે જ. સવારે 8:00 થી સાંજે 8:00 સુધી જવાનું 5 તારીખે એકાઉન્ટમાં સેલેરી આવી જશે. ઘરે આવ્યા પછી કોઈ પણ પ્રકારનું ટેન્શન નહિ, રજાના દિવસે પણ સ્વતંત્ર રીતે મજા કરી શકો.

પણ પણ પણ…. ધંધો એટલે સખત સ્ટ્રગલ જેમાં શરૂઆતના 1000 દિવસ સુધી કોઈ રજા નહિ, કોઈ મજા નહિ,આખી નાઈટ પણ જાગવું પડે, સખત લોકોને મળવાનું, Appointment લેવાની, Client જે કે તેમાં સેટ પણ થવાનું, મહિને હિસાબ કરતા ઘરનાં રૂપિયા પણ નાખવા પડે. આવી અનેક સ્ટ્રગલ ધંધામાં હોય છે અને આ સ્ટ્રગલ જે કરે છે તે જ સફળ થાય છે. સફળતાનાં માર્ગમાં પ્રોબ્લમ 100% આવશે તેનો સામનો કરશુ તો જ ધંધો ચાલશે, બાકી ધંધો બંધ… અને કોઈ પણ ધંધાનો અનુભવ લ્યો પછી જ ધંધો કરવો, નહિ કે પેલા ભાઈ જે કરે છે તેમાં બોવ સારું કમાય છે, તો આપણે પણ કરીએ આવું કરવામાં ઘણાના મૂળ ધંધા પણ વિખાય ગયા છે.

એટલે અનુભવ વગર બધું જ નકામું સામેવાળાના બિઝનેસનું વિચારવા કરતા આપણા બિઝનેસના ગ્રોથ વિશે વિચારી ધીરજને ગ્રહણ કરી સફળતાનો માર્ગ ખોલીએ અને સૌ સાથે મળી આગળ વધીએ…

આભાર…..

Leave Reply